માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા "જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમ"નું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયાના માર્ગદર્શન હેઠળ એલ. એલ. એમ. સત્ર-૩ ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમતી કે.એસ. એન. કણસાગરા મહિલા કોલેજ ખાતે તા. ૧૭ જુલાઈ,૨૦૨૬ ના રોજ "જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બંધારણીય અધિકારો, માનવ અધિકારો, મહિલા અધિકારો, સાયબર સુરક્ષા તથા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માનવ અધિકારો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં કોલેજની અંદાજે ૭૦ જેટલી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર હાજરી આપી અને વિવિધ વિષયો અંગે વિસ્તૃત માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો.
આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલબેન કોટકની વિશેષ ઉપસ્થિતિ અને પ્રેરણાદાયી સહકાર પ્રાપ્ત થયો હતો. તેમજ કોલેજના ડૉ. કલ્પેશભાઈ સોલંકી અને ડૉ. ભાવદીપભાઈ ત્રિવેદી સહિત ડૉ. મૃણાલીબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન તરફથી સહાયક પ્રાધ્યાપક ડૉ. સાગર અમીપારા તેમજ ભવનના સંશોધકશ્રી ચિંતનકુમાર શકોરિયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને પરસ્પર સંવાદ દ્વારા વિષયોની સરળ અને વ્યવહારુ સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થિનીઓએ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ, માનવ અધિકારો પ્રત્યે સંવેદનશીલતા, સાયબર સુરક્ષા અંગે સાવચેતી તથા બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વધારો થાય છે, જે સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા "જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમ"નું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયાના માર્ગદર્શન હેઠળ એલ. એલ. એમ. સત્ર-૩ ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમતી કે.એસ. એન. કણસાગરા મહિલા કોલેજ ખાતે તા. ૧૭ જુલાઈ,૨૦૨૬ ના રોજ "જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બંધારણીય અધિકારો, માનવ અધિકારો, મહિલા અધિકારો, સાયબર સુરક્ષા તથા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માનવ અધિકારો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં કોલેજની અંદાજે ૭૦ જેટલી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર હાજરી આપી અને વિવિધ વિષયો અંગે વિસ્તૃત માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો.
આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલબેન કોટકની વિશેષ ઉપસ્થિતિ અને પ્રેરણાદાયી સહકાર પ્રાપ્ત થયો હતો. તેમજ કોલેજના ડૉ. કલ્પેશભાઈ સોલંકી અને ડૉ. ભાવદીપભાઈ ત્રિવેદી સહિત ડૉ. મૃણાલીબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન તરફથી સહાયક પ્રાધ્યાપક ડૉ. સાગર અમીપારા તેમજ ભવનના સંશોધકશ્રી ચિંતનકુમાર શકોરિયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને પરસ્પર સંવાદ દ્વારા વિષયોની સરળ અને વ્યવહારુ સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થિનીઓએ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ, માનવ અધિકારો પ્રત્યે સંવેદનશીલતા, સાયબર સુરક્ષા અંગે સાવચેતી તથા બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વધારો થાય છે, જે સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે